Hymn

Maa Amba Te Ramva Nisarya (garba): Hymn lyrics

Durga · Also called માં અંબા તે રમવા નીસર્યા

Gujarati devotional hymn, 24 lines.

Text

ગગનમંડળની ગાગરડી

માં અંબા તે રમવા નીસર્યા

માં અંબા તે રમવા નીસર્યા દેવી અન્નપૂર્ણા,

મા શો લીધો શણગાર રે … દેવી.

મા પાવાની પટરાણી રે … દેવી.

મા દાતે લેવરાવ્યું દાણ રે … દેવી.

મા લીલાવટ દીવડી શોભતી .. દેવી.

મા દામણી રત્નજડાવ રે .. દેવી.

મા કાને કનક ફૂલ શોભતા .. દેવી.

મા ઝાંઝારનો ઝણકાર રે .. દેવી.

મા કોટે તે પાટિયાં હેમના .. દેવી.

મા કંડીઓ રત્નજડાવ રે .. દેવી.

મા બાંયે બાજુબંધ બેરખાં .. દેવી.

માને દશે આંગળીએ વેઢ રે .. દેવી.

મા લીલા તે ગજનું કાપડું .. દેવી.

મા છાયલ રાતી કોર રે .. દેવી.

મા ફૂલઝરનો ઘાઘરો .. દેવી.

મા ઓઢણી કસુંબલ ઘાટ રે .. દેવી.

મા પગે તે કડલાં શોભતા .. દેવી.

મા કાંબીઓ રત્નજડાવ રે .. દેવી.

મા ગાય અને જે સાંભળે .. દેવી.

તેની અંબા પૂરે આશ રે .. દેવી.

ભટ્ટ વલ્લભ મા તાહરો .. દેવી.

મા જન્મોજનમનો દાસ રે .. દેવી.

Source and credit

Text: “માં અંબા તે રમવા નીસર્યા”, Gujarati Wikisource, revision 203562, CC BY-SA 4.0.

Wikisource (Gujarati), માં અંબા તે રમવા નીસર્યા. Revision 203562 of 2023-10-22.

View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)

Changes made for this app:

  • Page markup, templates, footnotes and contributor credit lines were removed.
  • The text was divided into headings and verses, normalised to Unicode, and spacing and danda marks were tidied.
  • Roman letters, where shown, are generated by iDharma from the original script.

This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).