Bhajan

Me To Hridayma Olakhya Ram: Bhajan lyrics

Rama · Also called મેં તો હૃદયમાં ઓળખ્યા રામ

Gujarati bhajan, 19 lines; Mirabai (c. 16th century).

Text

પદ ૩૧.

મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું.

આપુ આપુ સોના ચુડલો તુને, આપુ એકાવળ હાર;

બાણુ લખ આપુ માળવોરે, આપુ ઘોડલીયાની જોડ રે

મેરા ઘેર આવોને. મેંતો

સોના ચુડલો હું તો પત્થર પછાડું રાણા તોડું એ તેકાવાળ હાર,

હાથીને ઘોડા માલ ખજાના એતો, કરી દોને બ્રાહ્મણને દાન રે

રાણા ઘરે નહીં રે આવું.

રાણાજી કાગળ લખી મોકલે રે, દેજો મીરાંને હાથ;

સાધુની સંગત છોડીદોને, તમને મહેલાંની કરૂં પટારણી રે

રાણા ઘરે નહીં રે આવું.

મીરાંબાઈ કાગળ લખી મોકલે રે, દો રાણાજીને હાથ,

રાજપાટ તમે છોડી દોને, વસો સાધુની સાથરે-

રાણા ઘરે નહીં રે આવું.

ભાઇ રે સાથીડા સાંઢણી શણગારો, મારે જાવું તે સો કોશ,

રાણાજીના તારા રાજમાં મારે, પાણી પીધાનો છે દોષ

રાણા ઘરે નહીં રે આવું.

મીરાંને ગીરધર મળ્યા નાગર નંદાજીની જોડ,

બાઈ મીરાં કહે મારો સ્વામી શામળીયો, એ તો પૂરે મારા મનડાના કોડરે

રાણા ઘરે નહીં રે આવું.

Source and credit

Text: “મેં તો હૃદયમાં ઓળખ્યા રામ”, Gujarati Wikisource, revision 197305, CC BY-SA 4.0.

Wikisource (Gujarati), મેં તો હૃદયમાં ઓળખ્યા રામ. Traditionally attributed to Mirabai (c. 16th century). Revision 197305 of 2023-06-11.

View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)

Changes made for this app:

  • Page markup, templates, footnotes and contributor credit lines were removed.
  • The text was divided into headings and verses, normalised to Unicode, and spacing and danda marks were tidied.
  • Roman letters, where shown, are generated by iDharma from the original script.

This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).