Bhajan

Vaishnav Jan To: Bhajan lyrics in Gujarati

Vishnu · Also called વૈષ્ણવજન તો તેને રે કહીયે, Vaishnava Jana To

Gujarati bhajan, 5 verses; Narsinh Mehta (c. 15th century).

Text

પદ ૧૧૭ રાગ એજ.

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. — વૈષ્ણવ ૧.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. — વૈષ્ણવ ૨.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.— વૈષ્ણવ ૩.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે. — વૈષ્ણવ ૪.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. — વૈષ્ણવ ૫.

Source and credit

Text: “વૈષ્ણવજન તો તેને રે કહીયે”, Gujarati Wikisource, revision 216947, CC BY-SA 4.0.

Wikisource (Gujarati), વૈષ્ણવજન તો તેને રે કહીયે. Traditionally attributed to Narsinh Mehta (c. 15th century). Revision 216947 of 2025-07-29.

View the source text · Page history and contributors · Licence: CC BY-SA 4.0 (transcription)

Changes made for this app:

  • Page markup, templates, footnotes and contributor credit lines were removed.
  • The text was divided into headings and verses, normalised to Unicode, and spacing and danda marks were tidied.
  • Roman letters, where shown, are generated by iDharma from the original script.

This text, with those changes, is shared under CC BY-SA 4.0 (transcription) as well (ShareAlike).